પથ્થરને પણ વેદના હોય છે
કોણ જાણે?
માધવની મુરલીના કલરવને
કોણ જાણે?
લાગણીશૂન્ય વાદળી બીન
વરસી ચાલી જાય,
આઘાતના આકાશની આરઝુને કોણ જાણે?
એમની યાદોના ઘા પડે છે
સતત હૈયામાં,
કર્ણ બીન રૂદનના પડઘાને કોણ જાણે?
નદીને ગર્વ છે તેની મીઠી સુંદરતાનો ‘ભલા’,
દરિયાને ખારાથી નથી પોતાની કોણ જાણે?
રાહબર બનીને રહ્યાં’તા આજીવન એમના,
એ હાથતાળી દઈ ચાલ્યા ગયા કોણ જાણે?
મંદિર-મસ્જિદે જઈ ઇશ્વ્વર-અલ્લાને મનાવ્યા,
એને પામવા રાતભર રડ્યા’તો કોણ જાણે?
મધદરિયે ડૂબ્યાને ભેટ્યા છીએ મોતને,
તરતી જોઈ કિનારે લાશને કોણ જાણે?
મોહની માયાજાળમાં એવા ફસાયા છીએ ‘રાજ’
આ પાળીયાની વેદનાને પારકા કોણ જાણે?
રમેશકુમાર એલ. જાંબુચા ‘રાજ’
(પાણીયાળી - ભાવનગર)
No comments:
Post a Comment