મજબૂર છીએ કેવા આપણે,
એકબીજાને મળી નથી શકતા,
રહીએ છીએ આપણે કેવાં,
એકબીજાના મનના મહેલમાં,
આ ખંડેર લાગતી દુનિયામાં,
એક સાથે આવી નથી શકતા,
ડર લાગે છે આ ખંડેર દુનિયાથી,
એમાં પ્રેમ આપણો ખંડિત ન થઈ જાય,
એવા ખંડિત મૂરત જેવા પ્રેમને આપણે,
એકમેકના મનમાં સ્થાપી નથી શકતા...
- ભરત કાપડિયા (હેલીક) (કલાપીનગર)
No comments:
Post a Comment