Pages

Tuesday, 16 October 2012

એકાકાર



તરબતર કરી દેતા વરસાદની મજા છે,
કણે-કણમાં માટીની ભીનાશની મજા છે.
રૃપરંગની વાર્તામાં પણ હવે ફીકાશ લાગે છે,
આહલાદક વાતાવરણના મીઠાશની મજા છે
કૈદી બની બસ જોયા કરે આંખો તો આકાશમાં આગમનમાં
કરાતા એના ઇંતેજારની પણ મજા છે.
વરસે છે ચોમાસુ બુંદે બુંદમાં ભરપૂર,
ને ભીંજાતા કોરા હૃદયના ધબકારની મજા છે.
ચાલ હવે માણી લઈએ દોસ્ત કુદરતના સૌંદર્યને
કે ધરા અને ગગનના તો 'એકાકાર'ની મજા છે.
ડો. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

No comments:

Post a Comment