Pages

Tuesday, 16 October 2012

જાય છે



તુજ યાદ અરમાનો જગાવી જાય છે,
પળમાં હસાવીને રડાવી જાય છે.
તું તો પરી છે સ્વર્ગથી ઉતરી અહીં
શું સ્નેહની સરિતા વહાવી જાય છે!
મુજ સાવ એકલતાભરી સહુ રાતમાં
તું મખમલી સ્વપ્નાં સજાવી જાય છે.
તારું મિલન તો મેઘ જેવું છે, સનમ!
ઘર-ગામ આખુંયે ગજાવી જાય છે.
જ્યાં ત્યાં હવે દેખાય છેે તારા ચરણ
સાચે ભણકારા કરાવી જાય છે.
જ્યારે નિરાશા સાપ જેવી ફંૂફાવે
તું જ્યોતિ આશાની જગાવી જાય છે.
ના માગણી તારી કદી હૈયે ધરી
તું લાગણી તોયે બતાવી જાય છે.
જગદીશ સાધુ (સુરત)

No comments:

Post a Comment