Pages

Friday, 26 October 2012

તમારે ખાતર



પથ્થરો જેટલા દેવ પૂજ્યા છે તમારે ખાતર!
અજાણ પંથે રાહબર થયા બસ તમારે ખાતર!
ચાલ્યા આગળને પડછાયાએ કરી પીછે હઠ,
મઘ્યાહન સુધી બસ તપ્યા છીએ તમારે ખાતર!
હજારો દર્દો સહ્યાની વેદના ઘેરી વળી ચોતરફ,
આંસુ ખૂટ્યા સુધી રડ્યા બસ તમારે ખાતર!
હતી ઓળખાણ અમારી અજાણ જગતમાં,
આજે સૌથી પરિચિત થયો છું તમારે ખાતર!
લાગણીઓમાં એટલો તો કોમળ થયો છું બકા,
ફૂલના સ્પર્શથી પણ ઘવાયો છું તમારે ખાતર!
સ્વપ્નમાં પણ તમે રહ્યા છો રાતભર સમીપે,
અંધ હોવાનો તો ડહોળ કર્યો છે તમારે ખાતર!
ખારાશની વચ્ચે પણ મીઠુ ઝરણ વહે નિરંતર,
ભરતીને ઓટ તો આવ્યા છે તમારે ખાતર!
પસંદ તો હતા ઘણાને અમેય આખર સુધી,
પરણ્યા નહીં આજ સુધી બસ તમારે ખાતર!
કયા જનમોના પાપ ભોગવી રહ્યો છે ‘‘રાહી’’
કે પાળિયા થયા પછીય સુખી નથી તમારે ખાતર!
રાહુલકુમાર ડી.ભાલિયા ‘‘રાહી’’ (મહુવા-ભાવનગર)

No comments:

Post a Comment