Pages

Tuesday 9 October 2012

નસીબના ખેલ



આંખોેની કેફીયતથી નીતરતા જામ
પી લીધા,
અકબંધ રાખી યાદોેને અમે દાયકા
જીવી લીધા,
છળકપટ કરતું હાસ્ય માદક પણ હતું ખરેખર,
છુપાવી એમાં દર્દોને દુઃખના ટાંકા સીવી લીધા
વાયરા તો વસંતના છુપાઈ ગયા. ગુમનામ બની,
ખર્યા બે-ચાર પાંદડા ને અમે તોફાન માની લીધા
સ્નેહના સંિચનથી
રોપાયો છોડ પ્રેમનો,
ને અજાણતા અમે આંસુના સ્વાદ માણી લીધા
ખંખેરી જ્યારે રેત ને મેં હાથની મુઠ્ઠીમાંથી,
રહી ગયેલા અવશેષ ને નસીબના ખેલ ગણી લીધા.
- ડૉ. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

No comments:

Post a Comment