Pages

Thursday 4 October 2012

તમારો ચહેરો યાદ આવે છે



મેઘમલ્હારમાં વરસતા વરસાદમાં
તમારો ચહેરો યાદ આવે છે
ખીલી છે વસંત રૂપાળી તેના
પુષ્પોમાં તમારો ચહેરો યાદ આવે છે
પર્વતની કોતરોમાં ઉડતા પંખીઓના
કલરવમાં તમારો ચહેરો યાદ આવે છે
વરસ્યા મેહુલા કારા મેઘધનુષ્યના
રંગમાં તમારો ચહેરો યાદ આવે છે
વહેતા ઝરણાની ઉડતી ઝરમર
કણોમાં તમારો ચહેરો યાદ આવે છે
સરોવરમાં ઉગેલા કમળની
સુવાસમાં તમારો ચહેરો યાદ આવે છે
ૠતુમાંસંગે શ્યામરમે રાધાના
સ્નેહમાં તમારો અને બસ તમારોજ ચહેરો યાદ આવે છે.
અનિરુદ્ધ ડી. આહિરસંગે શ્યામ
(રણુજાધામ રાજકોટ)

No comments:

Post a Comment