Pages

Friday, 5 October 2012

દિલે કરેલી ભૂલ

એકલતા ના તાપ થી ત્રસ્ત કૈક વિચારી બેઠા ....
એક જુલ્મી ની આંખ માં જિંદગી ઉતારી બેઠા ..

દિલે કરેલી ભૂલ ની સજા ભોગવે નયનો અહી ...
હવે કોઈ ઈલાજ નથી એમ મરજી મારી બેઠા .....

એમની નજર ઉઠે છે જાણે ઉપકાર કરતા હોય ....
હવે તો નજર ને પણ નજર થી એ ગારી બેઠા .....

અવિરત વહેતું હોય વહેણ જ્યાં ઉણપ સર્જાય ....
ત્યાં હૈયું નીચોવી ને આશુડા અમે સારી બેઠા ....

જીંદગી પણ કેવા કેવા પાસા ફેકી જાય અહી ...
અમે જાણી ને પીધા તા ઝેર દિલ હારી બેઠા ....

કોણ જાણે સચ્ચાઈ શું હશે મન માનતું નથી ....
હશે નવા નસીબ ના ખેલ એમ ધારી બેઠા ....

એના શબ્દો થી નર્યો સ્નેહ નીતરતો હમેશા .....
લાગે હવે એ હરેક પળેપળ ને વિસારી બેઠા ......

સ્મિતા પાર્કર

No comments:

Post a Comment