આજ પ્રેમનું સરનામું કોઈએ પૂછ્યું
દૂર-દૂર ધરા-ગગનનું મિલન બતાવ્યું
પાસે જઈને મિલોનું અંતર જાણ્યું
કોણે કહ્યું પ્રણયમાં સાથે રહેવું જ સાચું
વર્ષોથી રાહ જોતી બેઠી ધરણી
પ્રણયમાં ઝૂક્યું છે આભલું સદીઓથી
એના મિલન વચ્ચે રંગીલી દુનિયા હતી
બલિદાનમાં જ સાચા પ્રેમની ગાંઠ બંધાણી
મોકલે વર્ષાને પ્રેમનો સંદેશો લઈ
ઘરે શૃંગાર ધરે મિલન માટે આતુર થઈ
ચોધાર રડતું નાભ પ્રેમનું બલિદાન દઈ
આપે આશ્વ્વાસન ધરા ખારા આસુંનો દરિયો ભરી લઈ.
ધામેલિયા વર્ષા વી.
(ગોવંિદપુર-ધારી)
No comments:
Post a Comment