Pages

Tuesday 16 October 2012

તારા સિવાય કોઈ નથી



ભલા મારું તારા સિવાય કોઈ નથી,
પણ તને વાત પર વિશ્વાસ નથી.
મારી દિવાનગીને પાગલતાનું નામ આપ,
તુજથી એટલો પ્રેમ છે બાકી બીજું કંઈ નથી.
એવું તો નથી કે અમને મળશે નહીં ચાહનારું,
દિલે હઠ પકડી છે તારા સિવાય માનતું નથી.
માની લીધું કે મારા હાથની રેખા અધૂરી છે,
પણ મને વાત કરે લોકોનું શું જેને હાથ નથી.
સારું છે કે મળ્યા છે જામ મારી જુદાઈના સાથી,
એક તો દવા છે દર્દની દારૃ નથી.
જરૃર તને તારી સુંદરતા પર અભિમાન થયું હશે,
નહીં તો ''પરી' સાચી પ્રીતને
કોઈ તડપાવતા નથી.
પ્રણામી રજનીકાંત (બામણવાડ, સાબરકાંઠા)

No comments:

Post a Comment