Pages

Wednesday, 31 October 2012

શાને રડવા નીકળી

જંિદગીને શું જાણી હતી ને શું નીકળી
જાણ હોવા છતાં અજાણ નીકળી.
સુખની સહાનુભૂતિ થઈ નથી હજી,
દુઃખોની કૂંપળો ક્યાંથી ફૂટી નીકળી.
સાંભળી હતી દુઃખોની જે વાતો બધી,
લાગે છે વાતો બધી મારી નીકળી.
ચિતરવા બેઠો કોઈ સુરાંગના હું
ઘ્યાનથી જોયું તોે તારીજ તસ્વીર નીકળી.
ફાયદો શું? ગઝલ લખવાનો ‘‘પરી’’
મારી ગઝલ શાને રડવા નીકળી.
-
પ્રણામી રજનીકાન્ત ‘‘રાજન’’ (બામણવાડ)

No comments:

Post a Comment