Pages

Tuesday 16 October 2012

ચાલ અહીંથી...



બાંધી થોડાક ઝખમોની ગઠરી,
ખુશી-દર્દની છે દોલત,
ચાલ અહીંથી ચાલી જઈએ હવે.
ખુદને ખુદ પર હવે વિશ્વાસ નથી,
ગઝલ તો છે. દર્દ અને દવા,
ચાલ અહીંથી ચાલી જઈએ હવે.
ઇનાયતનો બોજ હવે સહેવો નથી.
સમયની તવારિખ છે. જિંદગી,
ચાલ અહીંથી ચાલી જઈએ હવે.
હવે શ્વાસનો કોઈ ભરોસો નથી,
દોસ્ત! હવે રંજ કે ફરિયાદ નથી,
ચાલ અહીંથી ચાલી જઈએ હવે.
પાછા ફરવાનો કોઈ ઈરાદો નથી,
'નિશીથ' સફર હો ભલે ગુલઝાર,
ચાલ અહીંથી ચાલી જઈએ હવે.
ચૌધરી નારસિંગ આર. (માંડવી, સુરત)

No comments:

Post a Comment