Pages

Friday 5 October 2012

તો એક કવિતા લખજે,

તને જો ક્યારેય મારી યાદ આવે તો એક કવિતા લખજે,
થોડી મારી અને થોડી તારી મીઠી, નિર્દોષ વાતો લખજે,

મારુ જૂઠું રીસાવાનું અને તારુ મને સાચું મનાવવાનું લખજે,
મારુ પડદામાં છુપાવાનું અને તારુ મને જોઇને પણ શોધવાનું લખજે,

મારુ ચાંદ ને નિહાળવાનું અને તારુ મને નિહાળવાનું લખજે,
મારુ બોલ-બોલ કરવાનું અને તારુ મને સાંભળે જવાનું લખજે,

મારુ તુજ પર થોડું ગુસ્સે થવાનું અને તારુ મને વધુ ગુસ્સો કરાવવાનું લખજે,
મારુ તુજને જગાડવાનું અને તારુ મને જોઇને સુવાનું નાટક કરવાનું લખજે,

મારુ તુજ માટે ભોજન બનાવવાનું અને તારુ મને જમાડવાનું લખજે,
મારુ તુજ સંગાથે ચાલવાનું અને તારુ મને પડછાયો સંબોધવાનું લખજે,

મારુ તુજ ની રાહ જોવાનું અને તારુ મને મોડું થઇ ગયુંને? કહેવાનું લખજે,
મારુ તુજ યાદ માં આવવાનું અને તારુ મને પ્રેમ મહી પત્ર લખવાનું લખજે,

મારુ અને તારું લાગણીભર્યું જીવન માં ઓચિંતુ તારુ મને છોડી પરદેશ જવાનું લખજે,
મારુ નિશબ્દ થઇ ને દ્વારે ઉભું રહેવાનું અને તારુ મને મનભરી ને જોવાનું લખજે...
-પ્રિયંકા ગજ્જર (પંછી)

No comments:

Post a Comment