Pages

Thursday 4 October 2012

નથી કરવી (ગઝલ)



જે થવાનું હોય તે થાય કાંઇ ફિકર નથી કરવી
પડશે, તેવી દેવાશે કાંઈ ફિકર નથી કરવી
જુઠ્ઠાણા સાથે તો કદી દોસ્તી નથી કરવી,
કોઈની યે પીઠ પાછળ, કદી ચુગલી નથી કરવી,
સૌને સાફ વાત કરવાની આદત જતી નથી કરવી
કોઈનું દિલ દુભાય તેવી મનોવૃત્તિ નથી કરવી,
બીજાનું ભલું કરવાની કોઈ તક જતી નથી કરવી,
કામ એવું કરવું છે, કોઈ ફરિયાદ નથી કરવી,
કોઈપણ મનભેદ મિટાવી દેવાની, તક જતી નથી કરવી
સૌ સાથે હળીમળીને રહેવાની મજા જતી નથી કરવી,
કોઈ ફિટકાર વરસાવે એવી પ્રવૃત્તિ નથી કરવી,
ભલું થાય કોઈનું તોયે બુરાઈ નથી કરવી
શું લઈને સાથે આવ્યો હતો ને શું લઈ જવાનો?
તમારા દિલથી દૂર થવાની હંિમત નથી કરવી.
અનિલ એમ. પટેલ
(અમદાવાદ)

No comments:

Post a Comment