Pages

Friday, 26 October 2012

પ્રેમનું પગથિયું



તને જોઉં છું અને શ્વાસ થંભી જાય છે
દિલમાં એક મીઠીસી ધડકન ઉત્પન્ન થાય છે
દિલ પૂછે કેમ આવું થાય છે?
અરે! આતો, પ્રેમનું પ્રથમ પગથિયું શરૂ થાય છે.
તું મદહોશ નજર કરે છે ત્યારે
નયન ઢળી જાય છે
બિડાયેલા ગુલાબી હોઠમાં
કંપન આવી જાય છે
અમસ્તા વાળની લટોમાં
સુંવાળી આંગળીઓ ફરી જાય છે.
શું આવું બઘું તને થાય છે?
કે પછી વ્યર્થ મારું દિલ
પ્રેમની ભ્રમણામાં અટવાઈ જાય છે.
ગાયત્રી અરવંિદ પંચાલ , (થલતેજ, અમદાવાદ)

No comments:

Post a Comment