અંદરો અંદર શું એ ટકરાયા છે?
વાદળો આકાશમાં વિખરાયા છે.
પ્યાસ ધરતીની છિપાવા માટે એ,
ભર ઊનાળે સૂર્યને ટકરાયા છે.
બાફને ઉકળાટ ઓછો કરવાને,
વાટ જોતા લોકોને જોઈ મલકાયા છે.
તન મન બન્ને ભીંજવા તૈયાર છે.
જલ્દી તૂટી પડવાને ભરમાયા છે.
વાદળોની ગડગડાટી સૂચવે,
વીજળીના તેજને ભટકાયા છે.
આભમાંથી ડોકું કાઢી પ્રેમથી,
જોવા લીલીછમ છબી લલચાયા છે.
મૌસમી મીજાજનો સંદેશો છે,
છલકતું આકાશ જોઈ હરખાયા છે.
દર્શિત બાબુભાઈ શાહ (અમદાવાદ)
No comments:
Post a Comment