Pages

Friday 26 October 2012

સાથ માંગુ છું



જીંદગીના સફરમાં તમારો સાથ માંગુ છું,
સાથે વિતાવેલી દરેક ક્ષણો નો અહેસાસ માંગુ છું.
જાણું છું કે હું અંધ નથી પણ,
સાથે જોયેલા ‘‘સપના’’ને
નિહાળવા, તમારો સાથા માંગુ છું.
દુઃખ ઘણું ને સુખ ઓછું જોયું છે
જીવનમાં પણ,દુઃખોનો
સામનો કરવા ને સુખોની મોજ
લેવા તમારો સાથ માંગુ છું.
દુનિયા એક દરિયો છે અને
મારું જીવન એક નાવ છે તો,
મારી જીવરૂપી નાવ ને
ચલાવવા
તમારા પ્રેમની
પતવાર
માંગુ છું.
સ્વાર્થભરી
દુનિયામાં ,
‘‘દિપ’’
કોઈ કોઈ નું સગું નથી... પણ,
આપણે કરેલ નિસ્વાર્થ પ્રેમ નો
તમારી પાસે પ્રેમ માંગુ
છું.
જીંદગીના સફરમાં બસ તમારો સાથ
માંગુ છું, સાથે
વિતાવેલી દરેક
ક્ષણો નો અહેસાસ માંગુ છું.
દિપેશ સથવારા ‘‘દિપ’’ (મુન્દ્રા-કચ્છ)

No comments:

Post a Comment