એકવાર વહેલો ઊઠી ગયો નદી કિનારે
જોયો મેં ઉગતો ‘સૂરજ’ સવારે
સમજાયો ભેદ મારી નિષ્ફળતાનો
કહી આ વાત મારી માતાને
જોયો ઊગતો સૂરજ મેં સવારે
માતા કહે, જણાવ કયો જણાયો ભેદ તને?
મેં કહ્યું, સૂરજ ઊઠે વહેલી સવારે
હું સૂવા જાવ મોડી રાતે
જોયો મેં ઊગતો સૂરજ સવારે
માતાએ કહ્યું સમજાવ બીજો ભેદ હવે
મેં કહ્યું, સૂરજ પોતે બળી આપે પ્રકાશ બીજાને
હું પ્રદૂષણ કરી વધારુ ઓઝોન વાયુ, પૃથ્વી ફરતે
જોયો મેં ઊગતો સૂરજ સવારે
માતાએ કહ્યું, સમજાવ હવે ત્રીજો ભેદ મને
નિયમિત ઊગતે રોજ સવારે
જ્યારે હું શાળામાં જાઉં રોજ નહીં, પણ ક્યારે ક્યારે!
હવે સમજાયું, મેં કહ્યું માતાને
સૂરજે આપ્યો મહામંત્ર સફળ થવાને
નિયમિતતા અને નિઃસ્વાર્થી ભાવનાએ
હું કરીશ કાર્ય આગળ વધવાને
જોયો મેં ઉગતો સૂરજ સવારે.
હર્ષ હિમાંશુ રાયચુરા, ભાયંદર (ઈ)
No comments:
Post a Comment