Pages

Monday, 25 June 2012

કૈંક તો કારણ હશે…


જીન્દગીની ધારણાનું કૈંક તો કારણ હશે,
આપણા હોવાપણાનું કૈંક તો કારણ હશે.
ચાર દિવાલો ચણી માન્યું, સુરક્ષિત થઈ ગયા…
આંગણા ને બારણાનું કૈંક તો કારણ હશે.

રણને તરવા માત્ર ઇચ્છા કે ચરણ પૂરતાં હશે?
ઝાંઝવાનાં ભ્રમપણાનું કૈંક તો કારણ હશે…

પાછા ફરવાનું વચન એણે કદી પાળ્યું નહીં,
કૃષ્ણની વિટંબણાનું કૈંક તો કારણ હશે.

“આપણી વચ્ચે બધુ હોવા છતાંયે કૈં નથી”-
તારી આ વિચારણાનું કૈંક તો કારણ હશે.

એમ તો પકડાય ના શબ્દો અને અર્થો કદી,
આ ગઝલની સ્ફુરણાનું કૈંક તો કારણ હશે.

કાશ, જડ બનતે હૃદય કે થાય ના કોઈ વ્યથા !
પણ સખા, ‘ઊર્મિ’પણાનું કૈંક તો કારણ હશે…
- ઊર્મિ (2/27/2012)

No comments:

Post a Comment