Pages

Tuesday, 5 June 2012

પ્રેરણા

આપની ક્ષણિક મુલાકાત,
જીવનના અતિતમાં બદલાઈ ગઈ.
આપની મૃદુ સ્વરવાણી,
હૃદયના સ્પંદનોમાં વ્યાપી ગઈ.
આપના નયનોના પ્રતિબંિબ,
સ્મૃતિપટ પર છવાઈ ગઈ.
આપની લાગણીના સુરોએ,
પ્રેમકૂંપળ ફૂટી ગઈ.
આપની હૃદયની ઉર્મિઓ,
રોમેરોમમાં વ્યાપી ગઈ.
આપના સ્નેહના આલંિગનો,
‘સ્નેહદીપ’ પ્રજ્જવલિત કરી ગઈ.
આપના જીવંત પ્રેમ સ્પંદનો,
હૃદયની અનુભૂતિ કરાવી ગઈ.
‘અવનિ’ની સ્નેહ જ્યોત,
‘દીપ’ની પ્રેરણા બની ગઈ.
દિપક મહેશ પંડ્યા ‘સ્નેહ’
(બિલીમોરા)

No comments:

Post a Comment