લાવણ્યની છાપ મુકી ગૈ તું,
લાગણીમાં ચાપ મુકી ગૈ તું.
કમળ ઊગે છે સરોવરમાં જ્યાં,
ત્યાં અમીનું આપ મુકી ગૈ તું.
મુજ નનામી નિકળે અવ ક્યાંથી રે?
હૃદયમાં વિલાપ મુકી ગૈ તું.
વાસનાનો લાંપ તોડી નાખ્યો,
તો, વ્યંઢળ શાપ મુકી ગૈ તું.
કેમ સાંદે સ્પંદનો દલડામાં,
ધાપ કેરો માપ મુકી ગૈ તું.
રામ સીતાની અમર જોડીમાં,
મૌન રાવણ ઝાંપ મુકી ગૈ તું.
છાબડીમાં ફૂલડાં લાવ્યો’તો,
સાવ ઝેરી સાપ મુકી ગૈ તું.
દ્વાર ખોલી શ્વાસ તો લીધો મેં,
લાત મારી ટાંપ મુકી ગૈ તું.
હૃદયમાં છે જો તસ્વીર હજુયે,
કેમ કાઢું? વ્યાપ મુકી ગૈ તું.
વિનોદચન્દ્ર બોરીચા (મુંબઈ-૧૩)
લાગણીમાં ચાપ મુકી ગૈ તું.
કમળ ઊગે છે સરોવરમાં જ્યાં,
ત્યાં અમીનું આપ મુકી ગૈ તું.

હૃદયમાં વિલાપ મુકી ગૈ તું.
વાસનાનો લાંપ તોડી નાખ્યો,
તો, વ્યંઢળ શાપ મુકી ગૈ તું.
કેમ સાંદે સ્પંદનો દલડામાં,
ધાપ કેરો માપ મુકી ગૈ તું.
રામ સીતાની અમર જોડીમાં,
મૌન રાવણ ઝાંપ મુકી ગૈ તું.
છાબડીમાં ફૂલડાં લાવ્યો’તો,
સાવ ઝેરી સાપ મુકી ગૈ તું.
દ્વાર ખોલી શ્વાસ તો લીધો મેં,
લાત મારી ટાંપ મુકી ગૈ તું.
હૃદયમાં છે જો તસ્વીર હજુયે,
કેમ કાઢું? વ્યાપ મુકી ગૈ તું.
વિનોદચન્દ્ર બોરીચા (મુંબઈ-૧૩)
No comments:
Post a Comment