જીર્ણોધારે કર્યો મને હાફળો ફાફળો
વ્યથા મારી સૌ સાંભળો
ઠેકેદાર મારો ઢીલો પોચો
કામ કરાવે કીડી વેગો
૧૫ દિ ના ૨ મહિના લગાડતો
વચ્ચે વચ્ચે વાયરમેન ને બોલાવતો
જીર્ણોધારે કાઢ્યો ગાભો છોતરો
આવી ગયો વરસાદ ધુકળો
તોય કામ નો કોઈ ના આરો
પાછો આવ્યો મિસ્ત્રીનો વારો
હજી તો બાકી છે તેનો નખરો
જીર્ણોધારે કાઢ્યો ગાભો છોતરો
અરે રે રંગારાને કાં ભૂલ્યો ?
કેવા કેવા હશે તેના રંગો ?
બજેટથી વધુ ખર્ચો
ક્યાં પોચશે મારો વાલીડો
જીર્ણોધારે કર્યો મને હાફળો ફાફળો
ઠેકેદારે કરી નાખ્યો ગોટાળો
વ્યથા મારી સૌ સાંભળો .
===પારસ હેમાણી===તા.૨૧/૦૫/૨૦૧૨
જીર્ણોધારે =Renovation
ઠેકેદાર=Contractor
રંગારો =Painter
No comments:
Post a Comment