Pages

Tuesday, 5 June 2012

તારા વિના

કહેવું છે કંઈક મારે પણ,
સાચે જ તને કહેવાતું નથી,
મળવું છે જલ્દી મારે તને,
પણ કેમેય કરી મળાતું નથી.
જોવો છે ચહેરો તારો,
પણ નજર આવતો નથી,
સમય ને સંજોગ છે એવા કે,
મિલાપનો મેળ ખાતો નથી.
ઉદાસીને નિરાશા પથરાયા છે,
પ્રેમ-વસંતનો વાયરો વાતો નથી,
હું છું મજબૂત મનોબળવાળો,
ઝંઝાવાતો, પડકારોથી ગભરાતો નથી.
મહેંદી મૂકી છે તારા નામની,
હૈયેથી રંગ હવે જાતો નથી,
સુખ-સંપત્તિ સઘળા હોવા છતાં,
તારા વિના જીવ હરખાતો નથી.
કિરણ શાહ ‘સૂરજ’ (અમદાવાદ-૧૩)

No comments:

Post a Comment