Pages

Thursday, 16 May 2013

એતબાર

હૃદયની વાત મારી,
કદીય કોઈને નથી કહેતો,
જીદ છે તારી.  
તને કહૂુ છું. આજ તુ કહે છે તો!
કોઈ એવી સવાર ના આવી, ના, સાંજ એવી આવી!
જે દિ' તારી યાદ ના આવી પળો ને પાગલ બનાવતો  આજ, તુ કહે છે, તો!
શ્વાસોનીૂ લયમાં તુ વસી, હૃદયના રાગમાં તુ છુપાઈ,
ધડકન, તને પણ સંભળાયતું જરા ગરદન ઝુકાવ તો!
આજ, તું કહે તો...!
દિલની આરસી માં તસવીર તારી રહે છે કાયમ,
શું કહું? સ્વર્ગની પરી  રહે છે, કાયમ!
ખામોશી, ચિત્તમાં સમાવતો!
આજ, તું કહે તો...!
સાંજ  ઢળે છે,
તારા વિચારોથી મન છલકાય છે,
રોજ રાતે સપનામાં તું આવી મલકાય છે.
અભિલાષાને આમ  મનાવતો.
આજ તું કહે છે તો...
તિગ્માંશુ થી મહેતાબ સુધી સૌને ખબર છે,
''
પવન''  નું જીવન તો,
સદા મસ્ત લહેરાતી સફર છે!
મહેકને મનાવી મહેકાવતો!
આજ, તું કહે છે તો...!
ડો. પ્રવિણગિરી ગોસ્વામી ''પવન'' (પોરબંદર)

No comments:

Post a Comment