Pages

Monday, 20 May 2013

ઝડપ

દોડવા સાથે સમયની, મેં વધારી છે ઝડપને,
રોડની વચ્ચે, કિનારી પર, ઘટાડી છે ઝડપને, 

હોય તારી હામ તો, તું આવજે તૈયાર થઇ ને, 
પ્રેમની આ નાવડીમાં, જો સુધારી છે ઝડપને,

રોજ રાતે એકલો, આકાશ ને તાકું છું હજું પણ,
એ મહેફિલ માણવા સ્તો, બ્રેક મારી છે ઝડપને,

~ નારાયણ પટેલ

No comments:

Post a Comment