Pages

Wednesday, 29 May 2013

ઇચ્છા

વિરહના સ્થિર પાણીમાં યાદોના
પત્થર મારશો નહિ હવે,
ના મળી શકાય તોયે
મળવાની આશાના તરંગો ઊઠે છે
મધમધતા બાગમાં ઊડતા
પતંગિયા પણ હવે તો કહે છે,
ફૂલોથી મહેકતો ઉપવન મારો છતાં
ફક્ત એક ફૂલ મારુ હોય
તેવી ઇચ્છા મનમાં ઊઠે છે
બહુમાળી ઇમારતો, બંગલા બહુ છે
પણ જેમાં એક પ્રેમાળ જીવન હોય,
એવું મારે પણ એક ઘર હોય,
તેવી ઇચ્છા મનમાં ઊઠે છે
દુઃખ તો જીવનમાં છે ઘણું બધુ
પણ દુઃખોમાં સુઃખનો એક અહેસાસ
કોઈની સાથે કરવાની
ઇચ્છા મનમાં ઊઠે છે.
કલ્પના સુથાર (વિસનગર)

No comments:

Post a Comment