Pages

Monday, 13 May 2013

તારી ચાહતને!

રાત આવે ચાદર તાણી લઉં!
યાદ આવે સ્વપ્ન માણી લઉં.
પરોઢના પુષ્પે ઝાકળ બિંદુને,
જાણે તારો સ્પર્શ માણી લઉં.
પંખીઓના કલરવને જાણે,
સવારે તારો પગરવ માની લઉં.
ફોરમતા ફૂલોની મહેકને,
હવામાં તને નિરવ માણી લઉં.
આવે કે આવે રૃબરૃ,
લહેરને તારી ઝૂલ્ફ માની લઉં.
તારા તરફથી આવતા પવનને,
મારી ઉલ્ફત માની લઉં.
છેવટે તારી ચાહતને સનમ,
મારી કુદરત માની લઉં.
હની અયુડા (જૂનાગઢ)

No comments:

Post a Comment