Pages

Monday, 13 May 2013

જીવન સફર

જીવન સફર છે, સંકટ ભરેલી,
ઇશારે તમારા બની છે, રંગીલી.
શુષ્ક જીવનમાં ખીલ્યા પુષ્પ થઈને,
ફેલાવો સુવાસ હવે અત્તર બનીને.
તમારા સહવાસે સંકટ તૃણ લાગે,
ભલે મૃત્યુ આવે તે પણ વ્હાલુ લાગે.
કોલ દીધા છે, જિંદગી સાથ-જીવવા,
જવાનું થશે તો માગું પુનઃ પામવા.
જમાનો ભલે કેર કરતો રહેશે,
પણ યાદો તમારી સોણલું થઈને રહેશે.
વ્યથા જિંદગીમાં ભારોભાર ભરેલી,
વસંતે પધારો તો હોળી ફાગ ખેલીએ.
હવે માત્ર આશા, તમને પામવાની,
પ્રભુ સાથ દે તો, સાથે જીવવાની.
સી. જી. રાણા (ગોધરા)

No comments:

Post a Comment