દિલ માન્યું નથી, માનતું નથી ને માનશે પણ નહીં,
ચાલવાનું તો ઘણું હતું, એક પગલું ભરશે પણ નહીં.
મને ખબર છે કે હું અરણ્યમાં રુદન કરું છું,
ખુશીઓના પ્રસંગો ઘણા છતા સહેજ હસશે પણ નહીં.
જીવનમાં બસ પ્રકાશ અને પ્રકાશ જ ફેલાતો હતો,
આશા પાછી હતી કે હવે રાત પડશે પણ નહીં.
વેદના, વ્યથા ને પીડા, આ બધું તો અનુભવું છું,
તું નિશ્ચિત રહેજે, આ દિલ બીજે અથડાશે પણ નહીં.
રોજ કફન ઓઢીને સુઈ જવા થઈ ગયો લાચાર,
હું કેવી રીતે જીવું છું? એ તને સમજાશે પણ નહીં.
- જેક્સન વિ. પરમાર (ખાંધલી, આણંદ)
No comments:
Post a Comment