Pages

Thursday, 16 May 2013

મૂંઝવણ

આજેને કાલે એક શબ્દ અથડાય છે.
વારંવાર અથડામણ થાય છે.
નયન ઝરૃખે નિહાળું  ક્યારેક તને, તો પણ...
સ્વપ્નાના ભાસ થાય છે.
દિલમાં પડઘો પડયો છે તારી યાદોનો.
ત્યાં તો બિંબ-પ્રતિબિંબ થાયછે.
ચાહુ... તને... આજે  પણ  છતાં...
ચાહ મારી ખફા થાય છે.
''
જાસૂદ'' તારી યાદોનું મિલન.
વિરહને પણ ભાસ થાય છે.
''
જાસૂસ''
યા તો કરી દે મને ચકચૂર
મસ્તીભર્યા તુજ નયનના,
જોઈને છલકતા જામને.
મન અધીરું બની ગયું,
મારી લેવા બે-ચાર ઘૂંટ,
મદહોશ રહેવા મૃત્યુ સુધી
બે-ચાર ઘૂંટ કાફી હતા
મનને થયું  ફરી મળે મળે,
બે-ચાર જામ ઘટકાવી દીધા.
અસર એની એવી થઈ શરીરે,
જાણે વીજ વહે રુધિર સંગ.
મન પણ થઈ ગયું સૂન,
જાણે લાગી એને ચોટ ગૂમ.
જીભ પણ થઈ  ગઈ લૂલી,
જાણે બાંધી  સાંકળથી ખીલે.
ચાલ પણ થઈ મંથરગતિની,
જાણે શીક્યા માથે વજનભારા.
તેથી કહું સમજાવ તું નયનને,
કે  કરે હવે છલકાવું બંધ.
યા તો કરી દે મને ચકચૂર,
કે હું પામું હોશ જીવનભર.
-
સૂરજ મકવાણા   (વડોદરા)

No comments:

Post a Comment