Pages

Monday, 20 May 2013

પ્રેમભર્યો સંગાથ


કોરી હથેળી પર નામ મુજનું લખશો તો ચાલશે,
ભીડ માં હાથ ન પકડો ફક્ત સ્પર્શશો તો ચાલશે,

પ્રેમભર્યો સંગાથ જ ઈચ્છીએ છીએ ખરા હૃદયથી,
આ અભરખા મુજના તમે પણ ભરશો તો ચાલશે,

ચાર દિવસ ની તે કેવી જિંદગી આપી એ કુદરતે,
બે દિવસ નીકળ્યા બચેલા દાડે મળશો તો ચાલશે,

કબરે ચડાવેલ ફૂલના ગુક્ષાની કદર નહિ રહે ત્યારે,
હાલ ફક્ત એક ફૂલ ની સોગાદ કરશો તો ચાલશે,

મઝધારે ડુબાળશો નહિ તેની તો છે મુજને ખાતરી,
પણ તોફાની દરિયામાં સંગાથ તરશો તો ચાલશે.

નીશીત જોશી
 — 

No comments:

Post a Comment