Pages

Thursday, 16 May 2013

ઝંખના

પંક્તિઓ તારી વિચારવાનું જ્યાં શરૃ કરુ,
કૂપળ ફૂટે મને, મને લાગે કે  પાંગરુ,
ગઝલની રચના થાય, તેમાં જ્યાં પ્રાણ પૂરતાં,
કે એમ તારો ધ્વનિ આસપાસ પાથરું,
દર્પણના પ્રતિબિંબે આભાસ થાય જ્યાં પડછાયાને
ઉદધિએ શ્વેત સઢના સમીરે, તારો રણકાર વહેવડાવું.
વિપુલ વ્યોમની વિશાળતાને બાજુ પર મૂકી,
ધરાની  ભીની રજેરજમાં મધુરતાની સુવાસ મહેંકાવુ,
ઝંખના કરું વૃત્તાંતે કહેવાની, જ્યાં મિહિર બની,
સમીપતાની તારી સદાય અનુભૂતિ કરાવું
હેમ બને લોહ જેમ પારસ સ્પર્શથી તેમ,
અવનિના અંકૂરે રોમે રોમમાં તારો દીપ  પ્રગટાવું.
-
દિપક મહેશ પંડયા  'સ્નેહ' ( બીલીમોરા)

No comments:

Post a Comment