Pages

Thursday, 16 May 2013

મારી સાથે

બેસતી કેવી! પકડીને હાથ મારી સાથે,
હજી પણ છે બધી યાદ મીઠી મારી સાથે
નફા કે નુકસાનનો નથી કશો હિસાબ  મારી પાસે,
છે  ફક્ત ગુલાબી ઝખ્મોની કિતાબ એક મારી સાથે
મથવા છતાં પણ હજુ ખૂલતી નથી ગાંઠ જેની,
પડેલા છે એવા કેવા સ્વભાવ મારી સાથે?
પાન ખેરવ્યા પ્રકૃતિએ તો શું થયું ભલા?
છુપાવી રાખી છે મં વસંત વ્હાલની મારી સાથે.
ભલે ને ભડકે બળે આગ અહીં ચોતરફ,
છે ભીની આંખોનોે સતત વરસાદ અહીં મારી સાથે.
એકલો આવ્યો પણ,
''
પાગલ'' જશે  નહીં પાછો  એકલો,
'
માલિક' આવીશ ઉપર એની સુગંધ લઈ
હું મારી સાથે.
-
ડોપ્રણવ ઠાકર
('
પાગલ') - વઢવાણ

No comments:

Post a Comment