Pages

Monday, 13 May 2013

પાયો

ચણે જો ઇશ્કની ઇમારત
તો પાયાનો પથ્થર બની જાઉં
ને કરે જો સફર
તો સાથે ચાલી-હમસફર બની જાઉં
બોલવા જો ચાહે-પ્રેમની બોલી
દોસ્તો! એનાં અધર બની જાઉં
ને મલવા જો આવે સરીતા જેમ
તો ઘુઘવતો હું સમંદર બની જાઉં
તમન્ના બીજી કોઈ હવે
અમે રાખી નથી દિલમાં
આવે જો જિંદગીમાં અમારી
તો સદા એનો દિલબર બની જાઉં.
મણિલાલ ડી. રૃઘાણી (રાણાવાવ)

No comments:

Post a Comment