Pages

Wednesday 7 November 2012

અલવિદા


તારો કે મારો ના રહ્યો,
આકાશમાં સિતારો ના રહ્યો
મહેફીલ સૂની છે જેના વગર,
સાચા સૂરને સમજનારો ના રહ્યો.
સૂરા પણ જેને શોધતી સાકી,
મૈખાનાનો મસ્તાનો ના રહ્યો.
હતી વફા જેની બેવફાઈમાં
ખુદને બેવફા કહેનારો ના રહ્યો.
હતો નીલકંઠ તો શું?
ઝહેર જાણીને પીનારો ના રહ્યો.
કોણ જાણે નજરથી મુજને?
આંખોમાં ઘ્યાન ધરનારો ના રહ્યો. બેસી ચુપચાપ બોલ્યા કરતો બહુ,
મૌનને માણનારો ના રહ્યો.
વિરાન થયું વ્હાલનું વૃંદાવન,
ગોપીનો ગોવાળીયો ના રહ્યો.
ટહુકા કરતી કોયલ રોજ જેના પર,
આંબાની ડાળનો સહારો ના રહ્યો.
ડૂબીને કેવો તરી ગયો દીવાનો!
પ્રેમનો ‘‘પાગલ’’ પૂજારી ના રહ્યો.
- ડો. પ્રણવ ઠાકરપાગલ’ (વઢવાણ)

No comments:

Post a Comment