Pages

Thursday, 22 November 2012

નિઃસ્તબ્ધતા...!



''એક દિવસ જ્યારે
નિઃસ્તબ્ધ અંધકારમાં રાત્રીને રડતા જોઈ ત્યારે
મારા પ્રતિબિંબે ચિત્કાર કર્યો
મારા પગરવે બગાવત આદરતા
મારા સ્મિતનો રંગ ઊડી ગયો
મારા ધબકારાના અસ્પષ્ટ ધ્વનિએ જ્યારે
મારા અસ્તિત્વને સાદ કર્યો ને
મારું મૌન ટહુકી ઊઠયું
ક્ષણે મારી અંદરની 'સંવેદના' ખળભળાટ મચાવ્યો અને
મારા ધબકારની તેજ રફતારમાં
મારી ખૂશીઓ વહી ગઈ
આખરે સવાર થતા મારી ગમગીન આંખોએ
થાકેલા રસ્તા ઉપર નજર કરી ત્યારે...
મ્હોરૃ પહેરી ફરતા ચાલાક ચહેરાઓ
હંમેશની જેમ આમ-તેમ દોડતા હતા...!
વિઠલાણી પ્રવિણ (ગીત)
(ભાવનગર)

No comments:

Post a Comment