Pages

Wednesday, 28 November 2012

સાથ છોડશો નહીં


જંિદગીમાં ક્યારેય કોઈ અંગતનો સાથ છોડશો નહીં...
કહ્યા હતાં બે શબ્દ કોઈએ જંિદગીભર સાથ આપવાના
એનો સાથ ક્યારેય છોડશો નહીં...
દુનિયામાં ઘણું ગુમાવ્યું અને મેળવ્યું જેના સાથથી
એનો સાથ ક્યારેય છોડશો નહીં...
આંગળી પકડી દુનિયાં દેખાડી જેને એવાં ભગવાન સમાન
મા-બાપનો સાથ ક્યારેય છોડશો નહીં...
માગ્યું ક્યારેય મળતું નથી...
બસ, મેળવવું પડે છે. કોઈના
સાથથી એનો સાથ ક્યારેય છોડશો નહીં...
જંિદગીમાં ઘણા સાથ આપવાનું કહેનારા ક્યાં ચાલ્યા
ગયા પણ તમારાં પર વિશ્વાસ રાખે એનો સાથ
ક્યારેય છોડશો નહીં...
આમ તો કેત્સજંિદગી વીતાવે છે... કોઈ એકના
વિશ્વાસ પર પણ જો હોય વિશ્વાસ તો ‘‘કેતન’’નો સાથ
ક્યારેય છોડશો નહીં...
કેતન મુછડિયા
(જામનગર)

No comments:

Post a Comment