Pages

Saturday, 10 November 2012

તું ક્યાં?



માનવ મહેરામણની મેદનીમાં
તને જોઈને.
તું ગાયબ થઈ ગઈ ક્યાં?
મને તારી બાલિશ
અદાઓને
વાગોળવાનો.
લ્હાવો મળ્યો પણ તું ક્યાં?
આપણે સહપાઠી હતા,
ત્યારે
મૂક વાર્તાલાપ થતો
પણ પ્રત્યક્ષ ગુફતેગુ કરવાને
મળ્યો લ્હાવો.
પહેલાં કવિતાઓની કલમ
ઉપાડવાની દેર હતી.
કવિતાઓમાં પંક્તિ રચવા તું ક્યાં?
હવે મળ્યો છે, પંક્તિઓનો સ્તોત્ર અનરાધાર
પણ એમાં ખોવાયેલી તું ક્યાં?
જનમેદનીમાં તું દેખાઈ મને જ્યારે.
પણ પલક વારમાં તું ગાયબ ક્યાં?
કાંટાળી સડકને સંવારવાને તું છે કાફી.
પણ તું મેળામણમાં ક્યાં? ખોવાઈ
પરેશ જે. પુરોહિત (કલોલ)

No comments:

Post a Comment