Pages

Thursday, 22 November 2012

મળી ગયો



મધદરિયે તમે મળ્યા
કિનારે પહોંચવાની મંઝિલ મળી ગઈ
છુપાયા હતા વનરાજીમાં
કોયલનો ટહુકો મળી ગયો
લાગણીરૃપી સરોવરમાં
ઝાકળનું બિંદુ મળી ગયું
મનના મહેરામણમાં
દિલને હલચલ મળી ગઈ
શરીરરૃપી શણગારમાં
હૃદયને સ્પર્શ મળી ગયો
અંધારપટ રાત્રીમાં
આગીયાનો પ્રકાશ મળી ગયો
જિંદગીની ઘટમાળમાં
એક સરવાળો થઈ ગયો
તડકે ઉભેલ 'શમા'ને
પડછાયા રૃપી છાંયો મળી ગયો.
શર્મિષ્ઠા જી. પટેલ
(મહેસાણા)

No comments:

Post a Comment