Pages

Saturday, 10 November 2012

પડછાયો



- પકડાયો, ના, પકડાયો,
પડછાયો!
મથું છું પકડવા હું, હાથ આવે,
પડછાયો!
સુખનાં સૂરજે, સાથે રેતો,
દુઃખનાં અંધારે, છોડી જતો, પડછાયો!
સ્વાર્થી દુનિયામાં, સાથ કોણ આપશે?
મારી સમાધિમાં સાથે પૂરાશે,
પડછાયો!
આત્માની શોધ, હું શું કરું?
મૂંઝવણમાં રાખે છે,
પડછાયો!
સંસારને, રાગ-અનુરાગનો પડછાયો,
વાદળને હોય ભલે, પવનને ક્યાં હોય છે?
પડછાયો!
ડો. પ્રવિણગિરિ ગોસ્વામી (પોરબંદર)

No comments:

Post a Comment