Pages

Thursday, 22 November 2012

પાનખર



તારા પ્રેમનો પ્યાલો પીધા પછી
સ્વર્ગનો અનુભવ કરી લઈશું
તારા નયનના ઝબકારા મહીં
ખુદ ને કૈદ કરી લઈશું
તારી બેવફાઈને વફાનું નામ આપી
ખુદ ને 'ખુશનસીબ' સમજી લઈશું,
જિંદગી નાની છે ઘણી એમાં
તારી પ્રિત ના રંગ ભરી લઈશું,
કફન ઓઢીને પણ ખુલી રહેશે આંખો
મૃત્યુ પછી પણ તારો ઇંતજાર કરીશું,
વસંતઋતુમાં લીલાછમ બની ઝગમગાયા અમે
આવશે પાનખર તો પાંદડા બની ખરી જઈશું
ગુમાવો જિંદગીની અનમોલ ક્ષણો તકરારમાં
રાખ છું ને રાખમાં ભળી જઈશું.
સુનીલ એલ. પારવાણી 'ખુશનસીબ'
ગાંધીધામ (કચ્છ)

No comments:

Post a Comment