Pages

Wednesday, 28 November 2012

ગમે છે...!!


હવે મને સઘળું ગમે છે...!!
એની આંખોના આસમાન મા ઉદાસીઓ થમે છે
ખામોરા એના શબ્દો
મારા ચિત્તમાં ભમે છે
શમણાઓ મારી રગે
રગમાં રમે છે
હવે મને સઘળુંય ગમે
છે...!!
તારલાઓ અલક
મલકની
વાતો કરે છે
પવન પહેરો ભરે છે
ચાંદની ધીમું મીઠું
હસે છે
સમય અદબથી નમે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
સોનેરી તડકો સાંજના આગમનથી શમે છે
નીલું આકાશ સિતારાઓથી ટમટમે છે
ખીલેલા ફૂલ ખુશ્બુથી મધમધે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
લહેરો દોટ મૂકી કિનારે મળે છે
ધુઘવતો સમંદર બેફામ બની રડે છે
સ્પર્શ ધબકારમાં જઈ ભળે છે
હવે મને સઘળુંય ગમે છે...!!
વિઠ્ઠલાણી પ્રવીણ
(ભાવનગર)

No comments:

Post a Comment