Pages

Wednesday 7 November 2012

સરિતા અને સજનીની વ્યથા


ખળખળ વહેતી સરિતા સાગરને મળવા દોડે.
બે રહેમ જમાનો બંધ બાંધી શાને એને રોકે?
પલપલ ઝંખતી સજની એના સાજનને મળવા ઝંખે,
બે રહેમ સ્વજનો ઘરમાં કેદ કરી શાને એને રાખે?
ઉછળી ઉછળી સાગર રાહ સરિતાની ક્યારનો જુવે,
સરિતાને પોેતાનામાં સમાવી લેવા ક્યારનો તડપે,
આમતેમ ઊંચોનીચો થતો સાજન રાહ સજનીની જુવે,
સજનીને પોેતાની બાહોમાં સમાવી લેવા ક્યારનો તલસે.
સરિતાને થાય તોડી બંધ હું સાગરને જઈ મળુ.
સજનીને થાય તોડી કેદ હું સાજનને જઈ મળું.
પણ બે રહેમ દુનિયા બંનેની વ્યથા શાને ના સમજે?
દિલના દર્દની કથા બંને કોની આગળ જઈ વર્ણવે?
- હસમુખ એચ.શાહરાહી’ (ગોરેગામ મુંબઈ)

No comments:

Post a Comment