Pages

Thursday, 22 November 2012

અંતિમ વેદના 'દર્દી' દિલની



જોઈ લેજે ! દુનિયાદારી દોસ્ત
મારા પ્રેમની વેદના ઠાલવી જાઉં છું હું
હતો પ્રેમરૃપી ધનવાન દુનિયામાં
પણ, તારા વિરહમાં કંગાળ બની જાઉં છું હું.
ખુલ્લી રાખી છે. મારી જિંદગીરૃપી કિતાબ
પાનેયાને વિરહની વેદના ઠાલવતો જાઉં છું હું
પ્રેમરૃપી પંથ છે કાંટા-કાંકરીવાળો દોસ્ત
પણ એમાં હસતો-રમતો. આજે, રડતા હૈયે જાઉં છું હું
વિતાવી હતી જિંદગીરૃપી સફર તારી યાદોના સહારે
પણ, આજે આંસુઓના કોડિયા ભરી જાઉં છું હું
પસંદ હોય તો ઝૂમી ઉઠજે ! બેવફા દોસ્ત
તુટેલા દર્દીના દિલમાં 'સુરતા' રૃપી
તારા નામની આહ લઈ જાઉં છું હું.
મારા મોતની પરવાના કરજે દોસ્ત
મારા દેહને તારી યાદો રૃપી કફનમાં બાંધી
ઉપાડી લઈ જાઉં છું હું.
બહાદુર સિંહ ચૌહાણ 'દર્દી'
(મુ. ભલાડા, તા. લુણાવાડા)

No comments:

Post a Comment