Pages

Saturday, 10 November 2012

‘તું નથી’



તું નથી જીવન સૂનું થઈ ગયું,
વિના વરસાદે જગ ભીનું થઈ ગયું.
શોઘું છું આભમાં ચહેરો તારો, છે વાદળછાયું,
રોજ લાગતું ધોળું આકાશ આજે કાળું થઈ ગયું,
કરી દીધો એકલો દુનિયાના
ભરચક મેળામાં,
તું તો મારાં જીવને જીવથી
એકલો મૂકી ગઈ,
જીવન છે. જીવી લઈશ દુનિયામાં હોઠે હસીને,
તું તો મારા હોઠને પણ હાસ્ય ભૂલાવી ગઈ,
આંખો છે તો મારી તો શોધતી રહેશે તને પણ
તું નથી એવું સત્ય, મારું મન મનાવી ગઈ,
રહેજે ખુશ તું, મન ઇચ્છે છે કે જાળે મોટું હૃદય તેના
તું નથી પણ મારું એમાં ઘર બનાવી ગઈ...
ભરત કાપડિયા (કલાપીનગર)

No comments:

Post a Comment