Pages

Thursday, 22 November 2012

હૃદયનો ઉમંગ



તારાંથી મોહક, દુનિયામાં નથી જોઈ બીજી કોઈ અને
મારી કવિતામાં આજે, હૃદયની વાત આવી ગઈ.
શું સુંદર આંખો છે તારી, એમાં જિંદગી છે મારી,
જીવી લઈશ હું એને જોઈ જોઈને, તારી સુંદર આંખો છે, વહાલી,
તુજ તુજ છે મારાં સ્વપ્નોમાં, બીજું નથી કોઈ,
મારી કવિતામાં આજે, હૃદયની વાત આવી ગઈ,
સુંદરતા તને જે પામી, યોગ્ય છે સૃષ્ટિની ભલાઈ,
ગર્વ નથી તેના પર તને, માટે સુંદરતા નથી બની કોઈ ખામી,
તારાં જેવા નિર્મળ હૃદયવાળી, નથી જોઈ બીજી કોઈ અને
મારી કવિતામાં આજે, હૃદયની વાત આવી ગઈ.
કવિતામાં તારી એક અદા છે, તારી અદામાં વફા છે
ફરી ફરી તને મળવાનું મન થાય છે. તારી કવિતા મનોરંજક સદા છે,
હૃદયમાં આટલો પ્રેમ લઈ, નથી આવ્યું બીજું કોઈ, અને
મારી સમજમાં આજે, તારાં હૃદયની વાત આવી ગઈ.
રૃષિ કાગળવાળા
(વાંદરા, મુંબઈ).

No comments:

Post a Comment