Pages

Thursday, 22 November 2012

કોને કહું ?



સપનાં તારાં લઈને હું સેજે સૂતો,
આંખ ના મિંચાય તો કોને કહું?
વાટમાં ફૂલો બિછાવ્યાં છે ઘણાં,
મહેંક ના પ્રસરાય તો કોને કહું?
જ્ઞાાનની લહાણી કરવા ઊભો છતાં,
કોઈ ના લઈ જાય તો કોને કહું?
બાગ આખો ફૂલોથી ભરપૂર છે,
મધુકર ના મંડરાય તો કોને કહું?
નજર સામે સઘળી વસ્તુ છે છતાં,
સ્પષ્ટ ના દેખાય તો કોને કહું?
મેં સંભળાવી દીધી દર્દીલી કથા,
આંખ ના ભિંજાય તો કોને કહું?
યોગેશ આર. જોષી
(હાલોલ જિ. પંચમહાલ)

No comments:

Post a Comment