Pages

Wednesday 25 July 2012

મારી વેદના

મારી વેદના જ મને ઓગળવા લાગી,
ધીમે ધીમે મારાં શરીરમાંથી વરાળરૂપી
ઉષ્માઓ હવામાં બાષ્પીભવન થઇ જતી હતી.
એક અક્થ્ય તથ્યનું પ્રમાણભાન
મારૂં શરીર અનુભવી રહ્યું હતું.

વરસાદના નાના ટીપાઓ
મારાં શરીર ઉપર પડીને બાષ્પીભવન
થતાં હોય તેવું લાગતું હતું.

મારી ખામોશ આંખોમાં
સત્તર વર્ષની ઉમરમાં પહેલીવાર
મારું શરીર સ્ત્રીનું છે તેનું પ્રમાણપત્ર મને મળી રહ્યું હતું

વરસાદમાં અષાઢસ્ય પ્રથમનું પહેલું પ્રકરણ
મારા શરીર પર પ્રથમ પૌરુષિક સ્પર્શથી લખાઇ રહ્યું હતું

પ્રથમ વાર જિંદગીમાં સ્પર્શની ભાષા જાણવા મળી
વરસાદની અને પુરુષની

એક વરસાદી એ સાંજે અમે મળ્યા હતા તે પછી
હું મારાં અસ્તિત્વની પેલે પાર ફેંકાય ગઇ હતી..

જે તાજગી આજે મારા ૪૦માં વર્ષે પણ સાચવી રાખી છે
દિલથી લઇને શરીરને આંટો લઇને આત્માને અડી અને
ચહેરા સુધી..

પૌરુષિક મિજાજ ભાદરવાના હાથિયા જેવો હોવો જોઇએ
હે ને.....

(નરેશ કે.ડૉડીયા)

No comments:

Post a Comment