Pages

Friday 27 July 2012

પ્રેમ એ ચીજ શું? (અક્ષર અઢીમાં)

અક્ષર અઢીમાં શાયરોનું આયખુ પણ ખુટી જાય છે
આ લાગણીમા માણસોની જાત કેવી ખુપી જાય છે

એને ઘણા વર્ષો પછી સમજાય કે,પ્રેમ એ ચીજ શું?
… ને પ્રેમસાગરમા બધાની નાવડીઓ ડુબી જાય છે

એને અઢી અક્ષરી ગઝલમા પ્રેમની વાત બોલી હતી
અક્ષરો અઢી કાજે ત્રણે અક્ષરોનું જીવન ટુટી જાય છે

બેચાર પળ સહવાશ કેવો મજાનો હોય છે એમનો
ને આ મજાની સૃષ્ટીથી મન જાણે ઉઠી જાય છે

ગમતા નથી ચમકી જતા તારા સરીખા ચહેરા હવે
ને આ મહોતરમા થકી તો માનુંની કૈ રૂઠી જાય છે

મળશે નહી તકદીર પાસે માંગશો જો કદી ભૂલથી
તકદીર તો છે ટકોરા-બંધ,છતા યે ફુટી જાય છે

આ પ્રેમનો જે તાપ છે,એ તો સુરજથી વધું બાળશે
આવે ન પરવાના અને બુંઢી સમાંઓ બુઝી જાય છે

મલકે પછી ને, કોઇની આંખો મહીં આંસુઓ પણ પડે
માણસ મળે ને,છાપ જીવનમાં પછી તો મુકી જાય છે

પકડો સમયસર તક ફરીથી તો મળે ના મળે આપને
ગાડી સમયસર પ્રેમની આવે છતા યે ચુકી જાય છે!

જે ડાળ ગમતી હોય એનો આશરો તો સદા ના મળે
જો ડાળ ચાહીતી બને,તો સાથ એનો છુટી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

No comments:

Post a Comment