Pages

Friday, 27 July 2012

વરસો જુની આદત છે

વરસી જવું વરસાદની વરસો જુની આદત છે
સામે ન આવો..આખને આજેય તારી લત છે

મારી ગઝલ હું એમની સામે જ્યારે પઢતો!?
દિલ એમનું પણ “વાહ” બોલી ને કહે મસ્ત છે

કોરી હતી એ કલ્પના..ગઝલો પહેલાની એ
એ નામથી ગઝલો ખુદાની કોઇ તો બરકત છે

એ કરકસર પણ બહુ કરે છે વ્હાલના વિષયોમાં
રૂઠે અચાનક તો ખબર ના હોય શું બાબત છે?

આવી ચડે છે માનવી..જીવન મહી રોનક થઇ
લાગ્યું મને કે એમના સૌંદર્યમાં પણ સત છે

એ નાક નકશી આંખમાં એવું બધું મેં જોયું
ઓછા હશે એ માનવીઓ જેમને સવલત છે

એ આમ છે સીધા અને સાદા વહેવારોમાં
મોઢે ચડાવાની તમારી વરસો જુની આદત છે

(નરેશ કે.ડૉડીયા)

No comments:

Post a Comment